બોડેલીના ડો. પારસ સોનીથી છેલ્લા પાચેક વર્ષથી અલગ પિયરમાં રહી ભારણ પોષણ મેળવતા તેમના પત્ની રચનાબેન, સાળી અને બે બેંક કર્મચારીએ ડો. પારસ સોનીના બેંક સ્ટેટમેન્ટ વિગેરે જાણ બહાર મેળવી કોર્ટમાં રજૂ કરતાં તેઓ ચારેય વિરૂદ્ધ પારસ સોનીએ કાલોલના એડિશનલ ચીફ જ્યુડિસ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરી છે.
લગ્નના દસેક વર્ષ સુખ રૂપે સાથે ગાળ્યા હતા. તેમાં બે સંતાનો થયા પછી ખટરાગ થતાં બંને સંતાનોને લઇને પત્ની રચના પિયર હાલોલ રહે છે અને ડો. પારસ સોની પાંચેક વર્ષથી ભરણ પોષણ આપી રહ્યા છે. ત્યારે પારસ સોનીના બેંક એકાઉન્ટની વિગતો મેળવી રચનાબેન અને સાળી ગાયત્રીબેને બે બેંક કર્મચારીઓની મદદ લઈને સ્ટેટમેન્ટ મેળવી કોર્ટમાં રજુ કર્યા હતા. કાલોલ તાલુકાના એરાલ ગામની બેંક ઓફ બરોડા શાખામાંથી ઉતારા કાઢ્યા હતા.
જ્યારે ડો. પારસ સોનીના ઈન્કમ ટેક્સની વિગતો માટે રચના સોનીએ ઈમેલ આઈ ડી અને પાસવર્ડનો ખોટો ઉપયોગ કરી તેમાં બદલાવ કરી તેની વિગતો મેળવી હતી. જેની થયેલી ફરિયાદને આધારે વડોદરા એડિશનલ ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટે સમન્સ બજાવ્યું છે. દસ્તાવેજો મેળવવા માટે પ્રથમ દ્રષ્ટિએ ખોટો ઉપયોગ કર્યો હોઇ પતિના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ અને ઈન્કમટેક્સના રિટર્ન કોર્ટમાં રજુ કરનાર પત્ની અને સાળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.