તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:બોડેલીના યુવાન વેપારીનું કોરોના વાઇરસને લીધે મોત

બોડેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુકાને આવતા મિત્રનું સંક્રમણ લાગતાં વડોદરામાં સારવારમાં મોત

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે સ્પેર પાર્ટ્સની દુકાન ધરાવતા યુવાન વેપારીને કોરોના થતા વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો ત્યાં તેનું મોત નીપજ્યું હતું. અલીપુરા ચાર રસ્તા પર વિષ્ણુ ફરસાણની સામે સ્પેર પાર્ટ્સની દુકાન ધરાવતા ગિરવત વાઘેલા ઉ.વ.આશરે 45ની દુકાને આવતા મિત્રનો કોરોના પોઝિટિવ આવતા યુવાન વેપારી ગિરવતે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતા ગિરવત વાઘેલા પોતાના વડોદરાના ઘરે હોમ આઇસોલેશનમાં રહ્યો હતો.

પણ થોડા દિવસ પછી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેને ડાયાબિટીશ હોવાથી કોરોના હાવી થઈ જતા ગિરવત વાઘેલાનું મોત નીપજ્યું હતું. બોડેલીના યુવાન વેપારીનું કોરોનાને લીધે મોત થતા ગમગીની વ્યાપી છે. બોડેલીના દુકાનદારો અને વેપારીઓ સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક અવશ્ય પહેરે અને લોકોને આગ્રહ કરે તે ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...