પાણીમાં ઝંપલાવ્યું:બોડેલીની મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું પણ પોલીસ કર્મીએ બચાવી

બોડેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને બહાર કાઢીને ઘરે મોકલાઇ

બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. પણ ત્યાં મોર્નિંગ વોક માટે નીકળેલા પોલીસ કર્મચારીઓએ પાણીમાં તરફડીયા મારતી મહિલાને બહાર કાઢીને આબાદ બચાવી લીધી હતી.રામ રાખે તેને કોણ ચાખે યુક્તિ મુજબ એક મહિલા અગમ્ય કારણોસર મોતને વહાલું કરવા માટે ધસમસતા પાણીમાં વહેલી સવારે ઝંપલાવ્યું હતું.

પણ કુદરતને કઈ ઓર પસંદ હતું તેમ ત્યાંથી વન ખાતા અને પોલીસમાં કર્મચારીઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને જોયું તો પાણીમાં મહિલા તરફડીયા મારતી હતી અને ડૂબી રહી હતી. ત્યારે વિચાર કર્યા વગર તુરંત પોલીસ કર્મીઓ ત્યાં નીચે ઉતરીને પાણીમાં ડૂબતી મહિલાને બહાર કાઢી હતી. મહિલાનું નામ જાણી શકાયું ન હતું. મહિલાને રિક્ષા મારફતે ઘરે મોકલી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...