ફરિયાદ:બોડેલીના મુસ્લિમ આગેવાને જબુગામની મહિલાની છેડતી કરી

બોડેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોન પર પણ ધમકી આપતા છેવટે પોલીસ ફરિયાદ નોંધાઇ

બોડેલીમાં રહેતા મુસ્લિમ આગેવાને જબુગામમાં રહેતી મુસ્લિમ મહિલાના ઘરે જઈને એકલતાનો લાભ ઉઠાવી શારીરિક સબંધ બાંધવા માટેની કોશિશ કરીને ફોન પર ધમકી આપતા છેવટે મહિલાએ બોડેલી પોલીસ મથકે જઈને સાહિદ મન્સૂરી નામના ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોધાવતા તેના આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

જબુગામમાં રહેતી બે સંતાનોની મુસ્લિમ મહિલાના ઘરે તા. 6 ના રોજ સાંજે બોડેલીના સાહિદ મન્સૂરી આવાસ ના કાગળો લેવા ગયા ત્યારે મહિલાના સસરા બહાર સૂતા હતા અને ઘરમાં આવી સાહિદ મન્સૂરીએ મહિલા સાથે છેડતી કરી હોવાનું ફરિયાદ માં જણાવ્યું હતું. ચારેક દિવસ પછી સાહિદ મન્સૂરીએ મહિલાને ફોન કરીને ધમકી પણ આપી હતી મહિલાએ નોંધાવેલી ફરિયાદ ને આધારે બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...