તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર ઓછું:બોડેલીમાં ગત વર્ષ કરતાં બે લાખ ક્વિન્ટલ જેટલો કપાસ ઓછો આવ્યો

બોડેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી નિમિત્તે 29 માર્ચથી બંધ માર્કેટ 5 એપ્રિલથી ખુલશે
 • હાલમાં રોજ 400 ક્વિ. કપાસની આવક વચ્ચે 6251 સુધી ભાવ મળી રહ્યો છે

બોડેલી માર્કેટ યાર્ડમાં કપાસની સીઝન અંતિમ તબક્કે પહોચી છે. અત્યારે રોજ 30થી 35 વાહનો ભરેલો કપાસ હરાજીમાં આવે છે. જેનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5400થી 6251 સુધી વેપારીઓ આપીને કપાસ ખરીદી કરી રહ્યા છે.

બોડેલી માર્કેટમાં હોળી નિમિતે તા. 29ને સોમવારથી કપાસ ખરીદી બંધ રહેશે. જે પાંચમ સુધી એટલેકે તા.5 એપ્રિલને સોમવારથી રાબેતા મુજબ ખુલશે. તેમ માર્કેટ સમિતિના સેક્રેટરી અજિત ભગતે જણાવ્યું હતું. છેલ્લાં કેટલાક દિવસોથી કપાસની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. સીઝન પૂરી થઈ રહી છે. રોજ 400 ક્વિન્ટલ જેટલો કપાસ આવી રહ્યો છે. ગત વર્ષે કુલ 7,72,463 ક્વિન્ટલ કપાસ આવ્યો હતો. તેની સામે ચાલુ સીઝનમાં અત્યાર સુધી 5,77,438 ક્વિન્ટલ કપાસ આવ્યો છે. ગત વર્ષ કરતાં બે લાખ આસપાસ ઓછો કપાસ રહ્યો છે. જોકે આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ સારા મળ્યા છે. હલકી ગુણવત્તા હોવા છતાં 6251 સુધી ભાવ મળી રહ્યો છે. ચાર વર્ષ પછી સારો ભાવ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો