તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ:માહિતી આપવામાં ઢીલ કરનારા બોડેલી સેવાસદનના 2 અધિકારીને દંડ ફટકાર્યો

બોડેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોડેલી મામલતદાર અને જાહેર માહિતી અધિકારી ક્રાંતિલાલ ચરપોટ ને અગાઉ ગુજરાત માહિતી આયોગે અરજદારને સમય મર્યાદામાં માહિતી આપવામાં વિલંબ કરતા 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે માહિતી અયોગે રદ કરી તત્કાલીન મદદનીશ જાહેર માહિતી અધિકારી અને બોડેલી પ્રાંત કચેરીના શિરસ્તેદાર તેમજ અગાઉ ફરજ બજાવી ચૂકેલા નાયબ મામલતદાર આમ બન્નેને દંડ ફટકારતા સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાયો છે.

બોડેલી તાલુકાના ચાચક વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા અરજદાર જસવંતભાઈ પટેલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ તા.1-7-2019ના રોજ જાહેર માહિતી અધિકારી અને બોડેલી મામલતદાર પાસે અરજીથી પરમાર ધનીબેન નાગરનાજાતિના પ્રમાણપત્ર ક્રમાંક 7015/2019 તા. 3-6-19ના રોજ મામલતદારનું પ્રમાણપત્રો મેળવવા સાથે અરજી સાથે જોડેલા તમામ પુરાવા સાથેની અરજી તેમજ જાતિના દાખલ કેટલા પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યા સહિતની વિવિધ માહિત માગી હતી.

જાહેર માહિતી અધિકારીએ નિર્ણય આપતાં તેનાથી નારાજ થઈને વિવાદી એ તા.26-9 2019ના રોજ પ્રથમ અપીલ દાખલ કરી હતી તેનો સમય મર્યાદામાં નિર્ણય ન થતા વિવાદીએ રાજ્યમાહિતી કમિશનર આયોગને અપીલ કરતા તા.11-2-2021ના રોજ આયોગ ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી કોન્ફરન્સના મધ્યથી ફરી સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત માહિતી આયોગના 28-05-2021ના હુમથી વિવાદીની અરજી ફીની રકમ ભરવા છતાં વિલબ બાદ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જે બદલ જાહેર માહિતી અધિકારી અને બોડેલી મામલતદાર કાંતિલાલ ચરપોટને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બદલ કાંતિલાલ ચરપોટ દ્વારા રજૂઆત કારવામાં આવી હતી કે તેઓને તા. 9-11-2020થી હવાલો સંભાળ્યો છે અને તેઓના ફટકારવામાં આવેલ દંડ સુધારો કરવા વિનંતી કરી હતી. તારીખ 10-8-2019 થી તારીખ 2-9-2019 (દિવસ 24) ધીરેન ચૌધરી પાસે વધારાનો હવાલો હતો. જ્યારે તારીખ 3-9-2019થી તારીખ 13-9-2019 સુધી (દિવસ 19) અશ્વિન દેસાઈ નાયબ મામલતદાર પાસે હવાલો હતો. જે ધ્યાનમાં લઇ બન્નેને જવાબદાર ગણવામાં આવ્યા હતા. તેમજ માહિતી આપવામાં નિષ્ફળ બદલ (હાલ પ્રાંત કચેરીના શિરસ્તેદાર) તત્કાલીન મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ મામલતદાર ધીરેન ચૌધરીને 6 હજાર રૂપિયા તેમજ હાલ ગાંધીનગરના કલોલના પ્રાંત કચેરીના નાયબ મામલતદાર) અશ્વિન દેસાઈને 2500 રૂપિયા માહિતી અધિકાર અધિનિયમની કલમ 20(1) અન્વયે દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...