ચૂંટણી કેમ્પેઇનિંગ શરૂ:બોડેલી, ઢોકલિયા, અલિખેરવામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ

બોડેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક મુરતિયાઓએ તો ચૂંટણી લડવા માટેનું કેમ્પેઇનિંગ અત્યારથી શરૂ કરી દીધું

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ મહત્વની ગ્રામ પંચાયતો બોડેલી, ઢોકલિયા, અલીખેરવા સહિત અન્ય ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂરી થતાં ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણી લડવા માટે થનગનાટ કરતા મુરતિયાઓ હવે પ્રજા અને ગામ વચ્ચે નજરે પડવા લાગ્યા છે.

ત્રણેય ગ્રામ પંચાયતો માટેનું જાહેરનામું બહાર પડે તેની રાહ જોવાઈ રહી છે પણ સરપંચ સહિત વોર્ડમાં કઈ બેઠક આવે છે તેની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. કેટલાક મુરતિયાઓએ તો ચૂંટણી લડવા માટેનુ કેમ્પેઇનિંગ અત્યારથી શરૂ કરી દીધું છે. 5 વર્ષની મુદત પૂર્ણ થતાં હવે મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે, તે સમય જ કહેશે.

બોડેલી, ઢોકલિયા અલીપુરા સાથે ચાચક ગ્રામ પંચાયતો એકબીજાને અડીને આવેલી છે. સામૂહિક પ્રશ્નોનો ઉકેલ આવી શકતો નથી. નગરપાલિકાનો મુદ્દો અભરાઈ પર ચઢાવી દેવાયો હોય તેમ દેખાય રહ્યું છે. સર્વાંગી વિકાસ હવે જરૂરી છે. ત્રણેય પંચાયતોમાં પ્રજા લક્ષી કામો તો થયા છે. પણ છતાંય કેટલાક પ્રાથમિક પ્રશ્નો યથાવત રહ્યા છે. હવે ચૂંટણીમાં આ મુદ્દા ચર્ચામાં રહેશે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...