કામગીરી સામે રોષ:બોડેલી તાલુકાના કડીલા સહિત સાતેક ગામોમાં છેલ્લા 24 કલાકથી અંધારપટ

બોડેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડેલીના કડિલા ગામે વિજ પોલ પડતા સાત ગામોમાં અંધારપટ છવાયો છે. - Divya Bhaskar
બોડેલીના કડિલા ગામે વિજ પોલ પડતા સાત ગામોમાં અંધારપટ છવાયો છે.
  • ઝાડ સાથે વીજ પોલ પડતા વીજ પુરવઠો ખોરવાયો; વીજ તંત્રની નબળી કામગીરી સામે રોષ

બોડેલી તાલુકાના કડીલા ગામે ગઈકાલ સાંજે આવેલા વાવાઝોડામાં વીજ થાંભલા પર ઝાડ પડતા સાતેક ગામોનો એક સાથે વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે વીજ તંત્ર દ્વારા લાઈન માટે બીજા દિવસે સાંજ સુધી કામગીરી ચાલુ જ રહી હોવાથી 24 કલાકથી સાતેક ગામની પ્રજા અંધારપટમાં રહેતા લોક રોષ જોવા મળ્યો હતો.

કડીલા, ઝાંખરપુરા, બામરોલી, ઝવેરપુરા, જોજવા, સુર્યા, ભદ્રાલી, પીઠા વિગેરે ગામો અત્યારે અંધારપટ હેઠળ છે. ગણેશોત્સવના છેલ્લા દિવસે વિવિધ કાર્યક્રમો આયોજિત હતા તે દરમિયાન જ કડીલાના સ્ટેન્ડ પાસે એક ઝાડ વાયર ઉપર પડતા વીજ લાઈન અને થાંભલા તૂટી ગયા હતા અને રાતથી ડૂલ થયેલી લાઈટ બીજા દિવસે સાંજ સુધી પણ પૂર્વવત થઈ ન હતી. અત્યારે વરસાદ ખેચાતા અસહ્ય ઉકળાટથી પ્રજા ત્રસ્ત છે. બીજી તરફ વીજ તંત્રની નબળી કામગીરીને લીધે લોકો હેરાન પરેશાન છે. બોડેલીમાં વીજ ડૂલ દિવસ ભર થાય છે.

અન્ય સમાચારો પણ છે...