ભાજપાનું સ્નેહ મિલન સંમેલન:ભાજપનું એક માત્ર લક્ષ્ય આગામી વિધાનસભા ચૂંટણી જીતવાનું: ભાર્ગવ ભટ્ટ

બોડેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીમાં જિલ્લા ભાજપાનું સ્નેહ મિલન સંમેલન યોજાયું
  • તાલુકા​​​​​​​, જિ.પં.ની જેમ વિધાન સભામાં પણ ભગવો લહેરાશે

બોડેલીના એપીએમસીમાં નૂતન વર્ષ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન સમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત ભાજપના આગેવાનો અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠક જીતવાનો સંકલ્પ કરતા કહ્યું કે તાલુકા, જિલ્લા પંચાયત કે નગર પાલિકામાં જેમ ભાજપનો ભવ્ય વિજય થયો તેમ વિધાન સભાની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે. આદિવાસીઓમાં દેવ દિવાળીનુ વિશેષ મહત્વ હોઇ આદિવાસી સમાજ સાથેના સ્નેહમિલનને દેવો સાથેનુ મિલન ગણાવ્યું હતું.

કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રભારી નિમિષાબેન સુથાર, જીગીષાબેન શેઠ, ધારાસભ્ય અભેસિંહ તડવી,પૂર્વ સાસદ રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ રશ્મિકાન્ત વસાવા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હીરેન પંડિત સહિત જિલ્લાના ભાજપના આગેવાનોની સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના આને કબીર સંપ્રદાયના સંતો, મહંતો પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...