કૃષિ:બોડેલી ખાતે ગુજકોમાસોલ અને નાફેડ દ્વારા ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ

બોડેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડેલી બજાર સમિતીમાં ચણાની ખરીદીનો  પ્રારંભ થયો. - Divya Bhaskar
બોડેલી બજાર સમિતીમાં ચણાની ખરીદીનો પ્રારંભ થયો.
  • છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર કેન્દ્ર બોડેલીમાં 500 ખેડૂતો ચણાનું વેચાણ કરવા આવશે
  • રૂા. 4500થી 4700 બજાર ભાવ સામે ટેકાનો ભાવ રૂા. 5335

છોટાઉદેપુર જિલ્લામાં એક માત્ર બોડેલી એપીએમસીમાં ગુજકો માસોલ અને નાફેડ દ્વારા ચણાની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવ 5335 રૂપિયાથી ખરીદી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, બોડેલી એપીએમસી ચેરમેન શિવ મહારાઉલ, સહકારી આગેવાન દીપેશ શાહ, એપીએમસી વાઈસ ચેરમેન કૌશિક પટેલ, સેક્રેટરી અજિત ભગત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજકોમાસોલના ડિરેક્ટર નયનાબેન શાહના પ્રયત્નોથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તુવેર અને ચણાની ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે. તુવેરમાં તો ટેકાના ભાવ 7500 રૂપિયા આસપાસ કર્યા બજાર ભાવ વધુ ચાલી રહ્યો છે. ચણા માટે છોટાઉદેપુર જિલ્લામાં 500 જેટલા ખેડૂતોએ ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચણાના બજાર ભાવ 4500થી 4700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે. તેની સામે ટેકાનો ભાવ 5335 રૂપિયા ઘણા વધુ હોય ખેડૂતોએ લાભ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...