તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોડેલીને તાલુકાની મોટી અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.અલીખેરવા પંચાયત સામે પૂર્વ તલાટી જશુ તલાટીએ આક્ષેપોની વણઝાર ચલાવી છે. તેવામાં વોર્ડ સભ્ય જીગ્નેશ ચોકસીએ તા.25 નવેમ્બરના રોજ પોતાની તબિયતને લઈને રાજીનામું ધરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે જીગ્નેશ ચોકસીનો કોરોના પોઝિટિવ આવતા કોવિડ સેન્ટરમાં બે ત્રણ દિવસની સારવાર લઈને સાજા થઈને ઘરે પરત પણ આવી ગયા છે.
છતાંય તેઓએ હોદ્દા પરથી રાજિનામું આપતા તા.27 ના રોજ પંચાયતની મળેલી મિટિંગમાં રાજિનામુ મંજુર કરી દેવાયું હતું.વૈષ્ણવ યુવા સંગઠનના સક્રિય કાર્યકર જીગ્નેશ ચોકસી સામાજિક સેવા સાથે ગામના વિકાસમાં પણ સતત સક્રિય છે. ત્યારે તેઓ સામે પણ આક્ષેપો થતા તેઓએ રાજિનામુ આપી દીધું છે. વોર્ડ સભ્યના રાજિનામાંના પગલે બોડેલી પંથકમાં પંચાયતોને લઈને લોકોમાં ચર્ચા ઉઠી છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.