આપઘાત:ધોરણ 11માં નાપાસ થતાં છાત્રાએ કેનાલમાં ઝંપલાવ્યું

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીના શિક્ષકને ત્યાં રહી ભણતી ભત્રીજીના મોતથી માતમ

બોડેલીના પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા કાકાને ત્યાં રહીને ભણતી 17 વર્ષીય વિદ્યાર્થિની ધોરણ 11ના જાહેર થયેલા પરિણામમાં નાપાસ થતા રેલવે બ્રિજ પર જઈને કેનાલમાં મોતનો ફુસકો માર્યો હતો. બોડેલીની શીરોલાવાલા હાઇસ્કુલમાં ધોરણ 11માં ભણતી આશરે 17 વર્ષીય કિશોરી જાહેર થયેલા પરિણામમાં નાપાસ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી કિશોરીએ રેલવે બ્રિજ પર જઈને અગમ્ય કારણોસર કેનાલમાં મોતની છલાંગ મારી હતી. લોકોએ જોઈ લેતા તેની જાણ શિક્ષક કાકાને થતાં તેઓ સ્કૂલથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ પણ આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાની મદદથી કિશોરીની લાસ બહાર કાઢાઈ હતી. પરીક્ષામાં નાપાસ થતા જાણે જીંદગીથી હારી ગઈ હોઇ તેમ કિશોરીએ ઉતાવળું પગલું ભર્યું હતું. બોડેલીમાં બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...