તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોડાસર ગામ પાસે ખેતરમાં વીજ વાયર અડી જવાથી કિશોરનું મોત

બોડેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસર પાસે ખેતરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસચારો ભરતી વેળા હાઈટેન્સન લાઇનનાં વીજવાયર સાથે અડી જતાં કરંટ લાગતા કિશોરનું મોત થયું હતું. - Divya Bhaskar
મોડાસર પાસે ખેતરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસચારો ભરતી વેળા હાઈટેન્સન લાઇનનાં વીજવાયર સાથે અડી જતાં કરંટ લાગતા કિશોરનું મોત થયું હતું.
  • મકાઇનો ઘાસચારો ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરતો હતો ત્યારે ઘટના બની

બોડેલી તાલુકાના મોડાસર ગામે રહેતા લક્ષમણભાઈ બારીયાનો 17 વર્ષીય પુત્ર નયનકુમાર લક્ષમણભાઈના મિત્ર જયેશભાઈના ખેતરમાં મકાઈનો ઘાસચારો ટ્રેકટરની ટ્રોલીમાં ભરવા માટે ગયો હતો. 5 જેટલા યુવાનો પૈકી નયન ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસચારો ભરી રહ્યો હતો.

તે સમયે આકસ્મિક રીતે ઉપરથી પસાર થતી હાઈટેન્સન લાઇનનાં વીજવાયર સાથે અડી જતાં કરંટનો ભયંકર ઝટકો લગતા નયનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે એમજીવીસીએલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે બોડેલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...