ધરપકડ:500 સભ્યો સાથે અઢી કરોડની છેતરપિંડી કેસનો આરોપી ઝડપાયો

બોડેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
અતુલ સિંઘ. - Divya Bhaskar
અતુલ સિંઘ.
  • બોડેલીમાં નઈ સોચ નઈ રાહે નામે બેન્કિંગ બ્રાન્ચ ખોલી હતી
  • અગાઉ બ્રાન્ચ મેનેજર અને એજન્ટને પકડી કાર્યવાહી કરાઈ છે

બોડેલીના ડભોઈ રોડ પર યુવનીધી ગ્રૂપ દ્વારા નઈ સોચ નઈ રાહે નામે શાખા ખોલી 500 જેટલા સભ્યોના ખાતા ખોલી રૂા. 2.50 કરોડ જેટલી રકમ ઉઘરાવી પરત ન કરી છેતરપિંડી કરવાના ગુનામાં નાસતો ફરતો મુખ્ય આરોપી ચાર મહિના પછી જિલ્લા એસઓજીમાં હાથે લાગ્યો હતો. અગાઉ બોડેલીના સ્થાનિક ઈસમો મેનેજર અને એજન્ટની અટક થઈ હતી.

આરબીઆઈ માન્યતા હેઠળ અમદાવાદમાં યુવા નિધિ ગ્રૂપ નઈ સોચ નઈ રહે નામે મુખ્ય બ્રાન્ચ ખોલીને ડેઇલી મંથલી અને ફિક્સ ડિપોઝિટ હેઠળ બોડેલીની બ્રાન્ચ દ્વારા 500 જેટલા સભાસદોના અઢી કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. તે પરત ન કરીને છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ થતા ચાર માસથી નાસતા ફરતા મુખ્ય આરોપી અતુલ કુમાર સીંઘ રાજપૂત રહે. અમદાવાદની છોટાઉદેપુર જિલ્લા એસ ઓ જીએ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ બોડેલીના મેનેજર મહંમદ હુસેન પઠાણ અને એજન્ટ રફીક ખોજાની અટક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...