તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બોડેલીમાં ખાનગી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત: મુસાફરોનો ચમત્કારિક બચાવ

બોડેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બોડેલીના ડભોઈ રોડ પર પૂરપાટ જતી લકઝરી બસ સાથે ક્રેન ટકરાતાં ત્રણ મુસાફરોને ઇજા થઈ હતી. - Divya Bhaskar
બોડેલીના ડભોઈ રોડ પર પૂરપાટ જતી લકઝરી બસ સાથે ક્રેન ટકરાતાં ત્રણ મુસાફરોને ઇજા થઈ હતી.
 • પૂરપાટ જતી બસ અને રિવર્સ આવતી હાઇડ્રા ક્રેન અથડાતાં 3 મુસાફરો ઘવાયા

બોડેલીથી વડોદરા તરફ ખાનગી લક્ઝરી બસ મુસાફરો ભરીને સાંજે જતી હતી ત્યારે ડભોઈ રોડ પર રોડની બાજુ પાઇપ ખાલી કરતી હાઇડ્રા ક્રેન રિવર્સ આવતી વખતે બસ સાથે અથડાતાં બસને નુકસાન થયું હતું, જોકે અકસ્માત જોતા મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. માત્ર ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી.

કવાટથી આવેલી બસ બોડેલીના અલીપુરા ચોકડી થઈને સાંજે વડોદરા તરફ બેફામ જઈ રહી હતી.બીજી તરફ પાણી પુરવઠા વિભાગ ના લોખંડ ના પાઇપ ઉતારી ને હાઇડ્રા ક્રેન રિવર્સ રોડ પર આવતું હતું જેમાં બસ ને નુકશાન થયું હતું. જોકે બસ ને જોતા મુસાફરો નો બચાવ થયો પણ ત્રણ મુસાફરો ને ઇજા થતાં 108 માં દવાખાને લઈ જવાયા હતા. ઘટના સ્થળે લોક ટોળા એકત્ર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો