અકસ્માત:બોડેલી પાસે બાઈક સ્લિપ થતાં એક યુવકનું મોત

બોડેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક પર ઘરે પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો
  • કડીલાના બે યુવકો મૂલધરમાં ભજનમાં ગયા હતા

બોડેલી તાલુકાના કડીલા ગામના બે યુવકો રાતે બાઈક લઇને બોડેલી નજીક મુલધાર ગામે ભજનમાં ગયા હતા. ત્યારે રાતે જ પરત ફરતી વેળાએ બોડેલીની અલીપુરા ચોકડી પાસે પુરપાટ બાઈક સ્લીપ થઇ જતાં બાઈક ચાલકને ઈજાઓ થઈ હતી. પણ બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ થયા તબીબે મૃત જાહેર કર્યો હતો.

કડીલાના બારીયા ફળિયામાં રહેતા અમરસિહ બારીયાના પુત્ર નરસિંહ ઉ. વ. 42 અને ગામનો શૈલેષ નામનો યુવક પોતાની બાઈક લઈને મુલધર ગામે ભજનમાં જવાનું છે, તેમ કહીને રાતે નીકળ્યા હતા. અને મોડી રાતે જ કડીલા પરત આવતા હતા. ત્યારે બોડેલીના અલીપુરા ચોકડી પરથી પૂરપાટ જતી વેળા બાઈક અચાનક સ્લીપ થયું અને ચાલક શૈલેષને ઈજાઓ થઈ પણ બાઈક સવાર નરસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બોડેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...