યુવક લાપતા:બોડેલીમાં દોઢ મહિના અગાઉ ઘરેથી નીકળેલો યુવક હજુ લાપતા

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહથી અલીપુરાની મહિલા પોતાના પુત્ર સાથે ગુમ

બોડેલીમાં બે ગુમશુદાના અલગ અલગ બનેલા બનાવથી પરિજનોમાં ચિંતાનો વિષય બન્યો છે. બોડેલીના માર્કેટ રોડ પર રહેતા પરિવારનો 19 વર્ષીય યુવક ઘરેથી નીકળ્યાને દોઢ મહિનો થયો પણ તેનો હજુ સુધી કોઈ અતોપતો નથી. વચ્ચે દસ દિવસ માટે ઘરે આવ્યો અને લગભગ દસ દિવસમાં ફરી જતો રહ્યો હતો. જ્યારે બીજા બનાવમાં અલીપુરા વિસ્તારની મહિલા પોતાની 12 વર્ષની પુત્રીને લઇને ઘરેથી નીકળ્યાને સપ્તાહ થયું છતાં કોઈ ભાળ મળતી નથી.

ડભોઈ કોલેજમાં ભણતો યુવક પરીક્ષા આપવા જવાનું કહી વહેલો ઉઠી છ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. બપોરે પિતાએ ફોન કર્યો તો ડભોઈ છું. આવું છું, તેમ કહ્યું હતું. સાંજે તે ન આવતાં ફરી ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવ્યો. તેથી મિત્રોને ફોન કર્યો તો યુવકની કોઈ માહિતી મળી નહિ. આ બનાવ દોઢ મહિના અગાઉ બન્યો હતો. અઠવાડિયામાં ઘરે આવી ગયો હતો અને દસ દિવસ જેટલો ઘરે રહીને ફરી જતો રહ્યો હતો. હવે ઘરેથી ફરી યુવક જતો રહેતાં પરિજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પોલીસને આ અંગે ફરી જાણ કરાઈ છે. જ્યારે બોડેલીના અલીપુરા વિસ્તારની એક મહિલા પોતાની 12 વર્ષની પુત્રીને લઇને સપ્તાહ અગાઉ ઘરેથી ક્યાંક જતી રહી છે. તેની પણ કોઈ ભાળ ન મળતાં છેવટે બોડેલી પોલીસ મથકે ગુમશુદા અંગેની જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...