અકસ્માત:રામપુર ચોકડી નજીક બાઇક અને એક્ટિવા ટકરાતાં મહિલાનું મોત

બડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધમજી ગામની પરિણીતાનું સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત
  • ઇડર પોલીસમાં બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવઈ

મેસણ ગામની સીમમાં રામપુર ચોકડી નજીક બાઇક અને એક્ટિવા ટકરાતાં એક મહિલાનું મોત અને અન્ય 3 વ્યક્તિને ઇજા થઈ હતી. પો.ફરિયાદ ના આધારે મળતી માહિતી મુજબ 15 માર્ચ બુધવાર ને સાંજના સાડા છ વાગ્યાના સુમારે એક એચ એફ ડીલક્ષ મોટર સાયકલ નં GJ 09 CR 4747 ના ચાલકે પોતાની મોટર સાયકલ પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી લઈ આવી સામેથી આવી રહેલ ગાઠીયોલ ગોધમજી ગામના વિરલભાઈ રમણભાઈ પ્રજાપતિની એક્ટિવા ગાડી નં GJ 09 CP 8156 ને રોંગ સાઈડે આવી જઇ જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક વિરલભાઈ અને તેમની પાછળ બેસેલ તેમના પત્ની કામિનીબેનને શરીરે ગભીર ઇજાઓ થતા કામિનીબેન નું ગંભીર ઇજાઓને લઈને સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

તેમજ વિરલભાઈને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે ઇડરની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની એક હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ આરોપી મોટર સાઇકલ ચાલક તથા તેની પાછળ બેસેલ ઇસમ ને પણ ઇજાઓ થતા ઈડર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવ અંગે ગાઠીયોલ ગોધમજી ગામના હિતેષભાઈ મગનભાઈ પ્રજાપતિ એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઇડર પોલીસ સ્ટેશનના હે.કો. વિક્રમભાઈ એ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...