ભાસ્કર વિશેષ:બોડેલીમાં ડેન્ગ્યૂ અને ટાઇફોઇડનો વકરેલો વાવર

બોડેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં પણ ઉછાળો આવતાં તંત્ર સક્રિય
  • દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા હોવાથી તંત્ર આરોગ્યલક્ષી કામગીરી કરે તે જરૂરી

બોડેલી વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય ડેન્ગ્યૂનો રોગચાળો વકર્યો છે. તેની સાથે ટાઈફોઇડના દર્દીઓ પણ વધ્યા છે. ત્યારે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી વિભાગ ભરેલો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસા પછી થોડાક દિવસમાં ડેન્ગ્યુનો વાવર દેખાતો નથી.

પણ આ વખતે વધુ પ્રમાણમાં પડેલા વરસાદને લીધે ડેન્ગ્યુના મચ્છર જોવા મળી રહ્યા છે. પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળાને લીધે દર્દીઓનો ઘસારો દવાખાનામાં જોવા મળી રહ્યો છે. બોડેલી પબ્લિક હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ટાઈ ફોઇડના દર્દીઓ આવતા હોવાનુ જાણવા મળ્યું હતું. હાઈજીનયુક્ત ખોરાક ન હોવાને લીધે ટાઇ ફોઈડ થતો હોવાનું જાણીતા ફીઝીશિયન ધારક પંડ્યાએ જણાવ્યું હતું.

દિવસે કરડતા મચ્છરથી લોકોએ બચવું જોઈએ
ડેન્ગ્યૂના મચ્છર દિવસે કરડતા હોય છે. ઘરની આસપાસ કુંડા વગેરેમાં મચ્છર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. - ઉમેશ રાઠવા, ફિઝિશિયન, બોડેલી પબ્લિક હોસ્પિટલ

બોડેલી નગર સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ મચ્છરોનો ઉપદ્રવ રોગચાળાને આમંત્રણ આપે છે
બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ડેન્ગ્યૂ અને ટાઇફોઈડ વગેરેના દસેક કેસો આવતા હોવાની માહિતી ડો. ઉમેશ રાઠવાએ આપી હતી. તે પ્રમાણે અન્ય મોટી હોસ્પિટલો , સરકારી દવાખાનામાં પણ આવા કેસો આવી રહ્યા છે. બોડેલી નગર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

અન્ય સમાચારો પણ છે...