તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જબુગામ SBIના કર્મચારીને કોરોના, છેલ્લા પખવાડિયામાં કોરોના પોઝિટિવના કુલ 12 કેસ નોંધાયા

જબુગામ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ફરી સેનિટાઈઝેશન કરાયું

બોડેલી તાલુકાના જબુગામમા કોરોનાનુ સંક્રમણ સૌથી વધુ છે. જબુગામમાં છેલ્લા એક પખવાડિયા દરમિયાન 12 જેટલા કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આજરોજ જબુગામ ખાતે આવેલ સ્ટેટ બેંકના એક કર્મચારી કોરોના સંક્રમિત સાથે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જેઓને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. અને બેંકને બંધ કરવામાં આવતા 100 જેટલા ગામના ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ જબુગામ કોરોનાની ઝપટમાં આવતા તંત્ર દ્વારા સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે.

જબુગામમા કોરોનાની વેક્સિનનું કામ પણ ચાલી રહ્યું છે. જબુગામની છ જેટલી શેરીઓમાં મોટાભાગના પોઝિટિવ કેસ નોધાયા છે. આવામાં ડરને માર્યે બજાર વિસ્તારોના લોકો ઘરની બહાર નીકળી નથી રહ્યા. જબુગામમા લોકડાઉનનો ભંગ કરીને અનેક પરીવારો શહેર છોડીને ગામ પહોંચી ગયા હતા. ત્યારે હાલ કેટલાક લોકો બિમારીઓથી બચવા શહેર તરફ દોટ માંડી છે. જબુગામના પોશ વિસ્તારમાં મોટાભાગના ઘરોમાં ખંભાતી તાળા મારી શહેર તરફ દોટ મુકી છે. ત્યારે જબુગામમા વધતા જતા કેસના કારણે પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકોની સલામતીના ભાગરૂપે ગામમાં ફરી એકવાર સેનેટાઈઝેશન કરવામાં આવ્યું છે.

જબુગામ પંથકમાં શરદી, ખાંસી, તાવ ધરાવતા દર્દિઓનો ટેસ્ટ સરકારી દવાખાનામાં કરવામાં આવે છે. તંત્ર દ્વારા કોરોના વાયરસથી બચવા અનેક તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ જબુગામ વિસ્તારમાં લોકો નિયમોનું પાલન કરતાં નથી. સરકારની ગાઈડ લાઈન મુજબ હાલની પરિસ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવુ અને માસ્ક પહેરવુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો