બોડેલી અને પાવીજેતપુર વચ્ચે આવેલા મુનિ નગર તરીકે ઓળખાતા પ્રતાપનગરથી સિહોદને જોડતાં રસ્તાની ખાતવિધિ વિરોધ પક્ષના નેતા અને કવાટના ધારાસભ્ય સુખરામ રાઠવાએ કરી હતી. તે સમયે રાયમુની મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય સુખરામ રાઠવાએ કહ્યું હતું, કે અંદાજિત 2 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર રસ્તો વિસ્તારની જનતાને ખૂબ ઉપયોગી બની રહેશે. વિસ્તારમાં આવતી નદી પર પણ પુલનું નિર્માણ થશે. મંદિર આવવા માટે લોકોને ઘણી અગવડ પડતી હતી. ત્યારે વિરોધ પક્ષના મળેલા હથિયારનો સદુપયોગ કરી આ કામ લાવ્યો છું. કોતર પર કોઝવેને લીધે લોકોને ચોમાસામાં તકલીફો પડે છે, ત્યારે લો લેવલના પુલ બનાવવાની પણ રજૂઆત કરી છે. આ પ્રસંગે વિસ્તારના લોક સેવક રાજેન્દ્ર રાઠવા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નવીન રસ્તાથી 12 જેટલા ગામોને ફાયદોે થશે
પ્રતાપ નગર અને સિહોદને જોડતો સાડા 3 કિમીનો નવો રસ્તો બનશે. તેનાથી સિહોદ, સિથોલ, લોઢણ, નાની મોટી બુમડી, નાની મોટી તેજાવાવ, રણભૂંન પાટિયા, ગડોથ, જીવન પૂરા, ટીંબી જેવા ગામોને ફાયદો થશે. > રાજેન્દ્ર સિંહ રાઠવા, ઉપ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.