રેસ્ક્યૂ:ઘેલપુર શાળાના કમ્પાઉન્ડમાંથી છ ફૂટ લાંબો સાપ ઝડપાયો

જબુગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધામણ પ્રજાતિના સાપને રેસ્ક્યૂ કરી વન્ય વિસ્તારમાં છોડાયો

બોડેલી તાલુકાના ઘેલપુર ગામે આવેલ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાંથી અંદાજે છ ફૂટ લંબાઇનો ધામણ પ્રજાતિનો બિનઝેરી સર્પ પકડાયો હતો. બોડેલીના ગ્રામ્ય વિસ્તારમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. પાછલા એક સપ્તાહ દરમિયાન ઉઘાડ નિકળતા ભારે બફારો ફેલાયો છે.

ભારે ગરમી તેમજ બફારાના કારણે સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનો છોડી બહાર દેખાવા લાગ્યા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. શાળાના શિક્ષક દ્વારા બોડેલી વાઇલ્ડ લાઇફના સદસ્યોને જાણ કરતાં જ રેસ્કયૂ ટીમના પ્રદિપ બારીયા અને તેમના સહયોગી મનોજ ભોઈએ શાળાના કમ્પાઉન્ડમાંથી લપાઇને બેઠેલા ધામણ પ્રજાતિના બિનઝેરી સર્પને ભારે જહેમતે પકડી લીધો હતો. પકડેલા સર્પને બોડેલી વનવિભાગના અધિકારીઓ અને બોડેલી વાઈલ્ડ લાઈફના સદસ્યોએ જાંબુઘોડાના કુદરતી નૈસર્ગિક વન્ય વિસ્તારમાં સલામત સ્થળે ખોરાક પાણી મળી રહે તેવી જગ્યાએ છોડી મુકયો હતો.

અન્ય સમાચારો પણ છે...