બોડેલી નજીક અલીપુરા વિસ્તારમાં આવેલી ખત્રી વિદ્યાલયના રસ્તા પર પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ત્યારે સ્કૂલમાં ભણવા આવતા છોકરાઓ સાથે સ્કૂલમાં યોજાતી ચૂંટણી લક્ષી કામગીરી માટે આવતા અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાતે થી અવરજવર કરવું પડી રહ્યું છે.
પખવાડિયાથી સમારકામ માટે ખોદેલો ખાડો પૂરી દેવાય તેવી રજૂઆત કરવામાં આવી છે. અલીપુરામાં પાણી પુરૂ પાડતી મુખ્ય લાઈનમાં છેલ્લા 15 દિવસથી ભંગાણ સર્જાયું છે અને ત્યાં કામગીરી માટે પંચાયત દ્વારા ખાડો ખોદ્યો છે. પણ ત્યાં બે વખત રીપેરીંગ કર્યું અને ફરી લીકેજ થતાં ત્યાં ખાડો જૈસે થે રહ્યો છે. દિવસભર સ્કૂલથી છોકરાઓ અવરજવર કરેછે, તેઓને પણ મુશ્કેલી પડી રહી છે. ખત્રી વિદ્યાલયમાં ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવાં માટે કેમ્પ યોજાઈ રહ્યા છે. કલેકટર પણ આવ્યા ત્યારે અન્ય રસ્તે આવવું પડ્યું હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું. હવે તા. 26મીએ ફરી ચૂંટણી કામગીરીની મિટિંગમાં કલેકટર આવવાના છે, તેમ જણાવ્યું હતું.
લીકેજ લાઈન માટે ખોદેલો ખાડો પૂરી દેવાશે
ખત્રી વિદ્યાલયના માર્ગ પર પાણીની મુખ્ય લાઈનનું લીકેજ રિપેર કરવા માટે કામગીરી થઈ રહી છે. પણ હવે ટેસ્ટિંગ કરીને આજે જ ખાડો પૂરી દેવાશે. > ગંગાબેન વી. ડી. રાઠવા, સરપંચ, અલી ખેરવા જૂથ ગ્રા. પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.