તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બોડેલીની ખત્રી વિદ્યાલયના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપી નવતર પ્રયોગ

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલીની ખત્રી વિદ્યાલયના શિક્ષકો દ્વારા અપાતુ શેરી શિક્ષણ. - Divya Bhaskar
બોડેલીની ખત્રી વિદ્યાલયના શિક્ષકો દ્વારા અપાતુ શેરી શિક્ષણ.
  • ગ્રામીણ બાળકો માટે મોબાઈલ-નેટવર્કના અભાવે સ્થળ પર જઈને ભણાવવાનું લોકોએ આવકાર્યું
  • શિક્ષકો વાડામાં, ગામની ભાગોળે કે મંદિરના ચોગાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે

બોડેલી ના અલીપૂરા વિસ્તારમાં આવેલી ખત્રી વિદ્યાલયના કર્મઠ આચાર્યના સુંદર પ્રયાસોને લીધે શાળાના શિક્ષકો અલગ અલગ ગામોમાં જઈને પોતાની શાળામાં ભણતા બાળકોને એકત્ર કરી શેરી શિક્ષણ આપવાનો નવતર પ્રયાસ કરતા તેને સૌ વાલીઓ આવકારી રહ્યાં છે. બોડેલીની શાળા દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટેનું શેરી શિક્ષણ જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શૈક્ષણિક વર્ષ 2021-22ની શરૂઆતમાં જ કોરોનાની મહામારીને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ હાલ સરકારએ બંધ રાખ્યું છે.

ત્યારે દરેક શાળાઓ ઓનલાઇન શિક્ષણ બાળકોને આપી રહ્યા છે. પણ બોડેલીની ખત્રી વિદ્યાલયના શિક્ષકો ઘરે ઘરે જઈને ફળિયામાંથી, ગામમાંથી વિદ્યાર્થીઓને બોલાવી ઘરના ઓટલા પર કે વાડામાં, ગામની ભાગોળે કે મંદિરના ચોગાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓને વિષય દીઠ પેમ્પ્લેટ આપવામાં આવે છે. ઘરની દિવાલ કે અન્ય જગ્યાએ ચોક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવે છે અને આ કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેની કાળજી રાખે છે.

હાલ છોટાઉદેપુર જિલ્લામાં બધી જ બાજુએ ઓનલાઇન શિક્ષણની સુવિધાઓ ન હોય આવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર શાળાએ એક નવું અભિયાન શરૂ કર્યું છે. ગત વર્ષે પણ આજરીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો. શાળામાંથી પણ જે વિદ્યાર્થીઓ જોડે ઓનલાઈન શિક્ષણ લેવા માટેની વ્યવસ્થા છે તેઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે અને ત્યાર પછી તેઓના ઘરે જઈને પણ વિદ્યાર્થીઓએ કેટલું આત્મસાત કર્યું તેની ખાત્રી કરી વિદ્યાર્થીઓની મૂંઝવણો શિક્ષકો જઈને દૂર કરે છે. શાળાના આ નવતર પ્રયોગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાવ્યો છે. સાથે સાથે વાલીઓ, ગામના વડીલોએ પણ શાળાના નવતર પ્રયોગને આવકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...