ભાસ્કર વિશેષ:બોડેલી પોલીસ સ્ટેશનમાં એસપીની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો

બોડેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા અંગે અનેક ફરિયાદો ઉઠવા પામી

બોડેલી પોલીસ સ્ટેશનમાં યોજાયેલા વાર્ષિક ઈન્સ્પેકશન ના લોક દરબારમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત રહીને લોક સમસ્યા સાંભળીને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે હૈયા ધારણ આપી હતી. બોડેલી પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર એસ .પી .ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ,ત્યાં ઉપસ્થિત આગેવાનો પાસેથી સૂચનો આવ્યા હતા. ખાસ કરીને અલીપુરા ચોકડી, રેલવે ફાટક સહિત અનેક સ્થળે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે ફરિયાદો ઉઠી હતી. ત્યારે સ્થાનિક પોલીસ ને આ બાબતે પગલાં ભરવા તાકીદ કરાઈ હતી.

જોકે અલીપુરા ચોકડી પર જ પોલીસ ચોકી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતાં લોકો માં ચર્ચા થતી હતી. લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ અકસ્માતના વધેલા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરીને બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરે તેવી સૂચના આપી હતી. લોકદરબારમાં છોટાઉદેપુર એસ.પી. ધર્મેન્દ્ર શર્મા સહિત ડી વાય એસ પી. એ. વી . કાટકડ, સીપોઆઈ વસાવા, બોડેલી પીએસઆઇ સરવૈયા, પોલીસ ટીમ સહિત બોડેલી , ઢોકલિયા, અલીપુરા, ચાચક સહિત ગામ ના સરપંચો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. ટૂંકી નોટિસથી ગણ્યા ગાંઠયા લોકોને બોલાવાતાં ગણગણાટ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...