કામગીરી:બોડેલીમાં 70 લાખના ખર્ચે કન્યાશાળા બનશે

બોડેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી કન્યા શાળા ના નવા બિલ્ડીંગ ની ખાતવિધિ ધારાસભ્યએ કરી હતી - Divya Bhaskar
બોડેલી કન્યા શાળા ના નવા બિલ્ડીંગ ની ખાતવિધિ ધારાસભ્યએ કરી હતી
  • જર્જરિત શાળાના સ્થાને 9 ઓરડાની નવી બિલ્ડિંગનું નિર્માણ થશે

બોડેલીની મદયે આવેલી કન્યા શાળાની નવ ઓરડાની નવી બિલ્ડીંગ 70 લાખ રૂપિયાનાં ખર્ચે બનવા જઈ રહી છે. ત્યારે તેની ખાતવિધિ ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે કરવામાં આવી હતી. કન્યા શાળામાં ધોરણ 1થી 8માં 265 જેટલી કન્યાઓ અભ્યાસ કરી રહી છે. 

બાળાઓ છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી પતરાવાળા રૂમોમાં ભણી રહી હતી
બોડેલી કન્યાશાળાની બાળાઓ છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી પતરાવાળા રૂમોમાં ભણી રહી હતી. વર્ષો જૂના રૂમો જર્જરિત અને બેસવા લાયક ન રહેતા સરકાર દ્વારા બોડેલી કન્યાશાળાને 70 લાખના ખર્ચે નવ ઓરડાનું બિલ્ડીંગ બાંધવાની મંજૂરી આપી હતી. જે અનુસંધાને બોડેલી કન્યાશાળાના નવીન બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભેસિંગ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ કાર્તિક શાહ, અલીપુરા સરપંચ કંચન પટેલ   તાલુકા પંચાયત પ્રમુખ  જગદીશભાઈ, શાળા આચાર્ય અને તાલુકા પ્રા. સંઘ પ્રમુખ સંદિપ જયસવાલ, મનોજ અગ્રવાલ, પુસ્કર પટેલ,રાજુ શાહ, અનવર મન્સૂરી તથા તાલુકા જિલ્લાના આગેવાનો,વાલીઓ, ગ્રામજનોએ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...