તંત્ર નિષ્ક્રિય:બોડેલીના શો રૂમમાં થયેલી ચોરીની તપાસ કરવા ડોગ સ્કવોડ બોલાવાયું

બોડેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીમાં ચોરીના વધેલા બનાવ રોકવામાં પોલીસ તંત્ર નિષ્ક્રિય દેખાયું
  • ​​​​​​​બાપુનગરમાં પણ થોડાક દિવસ અગાઉ ત્રણ લાખની ઘરફોડ ચોરી થઈ હતી

બોડેલીના મુખ્ય બજારમાં જય નારાયણ સ્ટોરમાં દોઢ લાખ રૂપિયાથી વધુના કપડાં સહિતની થયેલી ચોરીને લઈને પોલીસની ઊંઘ હરામ થઈ છે અને બીજા દિવસે ડોગ સ્કવોડ સાથે તપાસ હાથ ધરી હતી. થોડાક દિવસ અગાઉ બોડેલીના ડભોઈ રોડ પર પાણીની ટાંકી પાસે બાપુ નગરમાં રહેતા અરવિંદભાઈ ના ઘરે મુખ્ય દરવાજાનું તાળું તોડીને તસ્કરો અંદર તિજોરીમાંથી સોનાના બે અછોડા, બુટ્ટીઓ, ચાંદીના છડા અને રોકડ મળીને કુલ ત્રણ લાખ રૂપિયાથી વધુ મુદ્દામાલ ની ચોરી થઈ હતી. આવા અનેક બનાવ બોડેલીમાં છૂટાછવાયા બની રહ્યા છે. સ્થાનિક પોલીસ નિષ્ક્રિય દેખાઈ રહી છે. બોડેલીના રહીશો પણ વધેલા ચોરીના બનાવથી ફફડી ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...