તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોડેલીમાં ગાડીનું સાઇલેન્સર બદલવાનું કૌભાંડ પકડાયું

બોડેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.45થી 70 હજારના સાઇલેન્સર ચોરાયાનું બહાર આવતાં પોલીસે તપાસ હાથ ધરી

બોડેલીમાંથી ઈકો ગાડી વડોદરા ભાડે લઈ જઈને તેના સાઇલેન્સર બદલી નાખવાનું કૌભાંડ બહાર આવતા તે અંગેની ફરિયાદ નોંધાતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ બોડેલીના સાહિલ રફીક શેખ રહે. નૂરાની મસ્જિદની બાજુમાં, બોડેલીથી ઇકો ગાડી વડોદરા લઈ ગયો હતો સાથે વિજય નામના યુવકને પણ લઈ ગયો હતો.

સાંજે ગાડી પરત આવી અને બીજા દિવસે ગેસ ભરાવતી વેળા સાઇલેન્સરમાં અવાજ વધુ આવતા મારૂતિ શો રૂમમાં ગાડી બતાવવા ગયા તો ત્યાં કારીગરે કહ્યું કે સાઇલેન્સર બદલાઈ ગયું છે. આવી અનેક ગાડીઓના સાઇલેન્સર બદલાયાની ફરિયાદો ઉઠી છે. વડોદરા ગાડી લઈ જઈને ત્યાં સાઇલેન્સર બદલવાનું કૌભાંડ પકડાયું છે. સાહિલ અને ભાવેશ બારીયા એસટી ડેપો સામેના નામ ખુલ્યા હતા. 45થી 70 હજાર રૂપિયાની કિંમતના સાઇલેન્સર ચોરાયાનું બહાર આવતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...