તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ ડોક્ટર:પાટિયાથી ધો.12 ભણેલો બોગસ ડોક્ટર પકડાયો

બોડેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 વર્ષથી દવાખાનું ચલાવી રહ્યો હતો

બોડેલીના પાટિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતો બોગસ ડોક્ટર પકડાતા જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. પશ્ચિમ બંગાળના ભાતાપરા, નોર્થ 24 પરગનામના વતની આનંદકુમાર બીશ્વાસ છેલ્લા બે-ત્રણ વર્ષથી પાટીયા ગામે એક મકાનમાં દવાખાનું ચલાવી રહ્યો હતો. જેની જાણ એસઓજીની ટીમને થતા દવાખાનામાં દરોડા પાડ્યા હતા.

જ્યાં આનંદકુમાર પાસે પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ માગતા માત્ર ધો.12 ભણેલો હોવાની કબૂલાત કરી હતી. લોકોના સ્વાથ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોક્ટરની અટકાયત કરી દવાઓ અને ઈન્જેક્શનનો જથ્થો કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...