ભાસ્કર વિશેષ:બોડેલી સભા માટે આવેલી 8 બસો કિચડમાં ફસાઈ

બોડેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોરથી રાહ જોઈ બેઠેલા લોકો સાંજે બસ બહાર કાઢતા બસમાં બેસી શક્યા

બોડેલી બજાર સમિતિમાં અરવિંદ કેજરીવાલની સભા માટે દૂર દૂરથી લોકોને વિવિધ વાહનોમાં લવાયા હતા. સભા દરમ્યાન ભારે વરસાદ પડતાં સભા નજીક ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનો પૈકી આઠ જેટલી લક્ઝરી બસો ફસાઈ હતી.

સભા તો બપોરે 2.10 આસપાસ પૂરી થઈ હતી. લોકો જે તે વાહન તરફ પ્રયાણ કરી રહ્યા હતા. પણ વરસાદને લીધે કિચ્ચડ થવાથી વાહનો ફસાઈ ગયા હતા. માંડ અન્ય વાહનો નીકળ્યા પણ આઠ જેટલી લક્ઝરી કિચ્ચડમાં ફસાતા છેવટે જેસીબીની મદદ લઈને બહાર કાઢવામાં આવી અને લાંબા ઇંતેજાર પછી લોકો બસમાં બેઠા અને પોતાના ગામ તરફ લઈ જવાયા હતા. કેજરીવાલ માટે જેટલો ઇંતેજાર ન કર્યો તેટલો ઇંતેજાર બસમાં બેસવા માટે લોકોને કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...