તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બોડેલીના ગાંધીનગરમાં પ્રાથમિક શાળામાં છત તૂટતાં 7 લોકો દબાયા

બોડેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બોડેલીના ગાંધીનગરમાં પ્રાથમિક શાળાની ફાયબરની છત તૂટતા વેક્સિન મૂકવા માટે આવેલી 7 વ્યક્તિ દબાઈ હતી. - Divya Bhaskar
બોડેલીના ગાંધીનગરમાં પ્રાથમિક શાળાની ફાયબરની છત તૂટતા વેક્સિન મૂકવા માટે આવેલી 7 વ્યક્તિ દબાઈ હતી.
 • શાળામાં ચાલી રહેલ કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ઘટના બની
 • છત ફાઈબરની હોવાથી કોઈને જાનહાનિ ના થઈ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવેલ કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી પડતા 7 લાભાર્થીઓ સહીત કોરોના વોરિયર્સ દબાઈ ગયા હતા. જો કે ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા તાત્કાલિક તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. છત ફાઈબરની હોવાથી કોઈને જાનહાની થઇ નથી. આ ઓરડામાં ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામગીરી બંધ હોવાથી આ જ ઓરડામાં કોઈ વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. છત પડવાની ઘટનાના પગલે થોડા સમય માટે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું.

પ્રા.આરોગ્ય કેન્દ્રના ગૌરીબેન વણકરે જણાવ્યું હતું કે, શાળામાં વેક્સિનની કામગીરી દરમ્યાન છત પડતા કામગીરી અટવાઈ ગઈ હતી અને અને આંગણવાડી વિભાગમાં વેક્સિન ની કામગીરી લઈ ગયા હતા.થોડા સમય બાદ શરૂ કરવામાં આવ્યું હતું. આમ ગાંધીનગર પ્રાથમિક શાળામાં રાખવામાં આવેલ કોરોના વેક્સિનેશનના કાર્યક્રમમાં એક ઓરડાની છત તૂટી જતા 7 લોકો દબાયા હતા. જેમાં કોઈ જાનહાની થઇ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો