તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત સહિત દેશ-વિદેશમાં વૈષ્ણવ સમાજના યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી માટે નયનાબેન દીપેશભાઈ શાહ પાવીજેતપુર વાળાએ વોટ્સએપના માધ્યમથી પાંચ ગ્રૂપમાં 1200 છોકરીઓ અને 12 ગ્રૂપમાં 3000 જેટલા છોકરાઓ મળીને કુલ 4200 લગ્ન વાંચ્છુઓ માટે વિનામૂલ્યે સુંદર અને સરળ અવકાશ ઉભો કર્યો અને તેના ફળસ્વરૂપ અત્યાર સુધી 60 જેટલા જોડા લગ્ન માટે ગોઠવાઈ ગયા હોવાની માહિતી નયનાબેન શાહે દિવ્ય ભાસ્કર સાથે એક વાતચીતમાં આપી હતી.
લોકડાઉનમાં લોકો ઘરે જ બંધાઈ ગયા હતા ત્યારે મૂળ પાવીજેતપુરના અને હાલ વાઘોડિયા રોડ પર રહેતા સામાજિક સેવિકા નયનાબેન શાહે મોબાઈલ પર વોટ્સએપના માધ્યમથી છોકરા અને છોકરીઓનું ગ્રૂપ બનાવીને વિનામૂલ્યે જીવન સાથી પસંદગી માટે માધ્યમ બન્યા હતા અને અત્યારે 4200 યુવક યુવતીઓ દેશ વિદેશમાંથી જોડાઈ ગયા તે એક વિક્રમ બન્યો છે. હવે ટૂંક સમયમાં પસંદગી માટે સરળતા રહે તે માટે નયનાબેન અને પતિ દીપેશભાઈ વિનામૂલ્યે વેબસાઈટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. નયનાબેન શાહ નારી સશક્તિકરણ માટે ઉત્તમ ઉદાહરણ બન્યા છે.તેઓ ઇફ્કો ન્યુ ઇન્ડિયાના આરજીબી, વિશાપોરવાડ મહિલા મંડળના સ્થાપક સાથે svvp બરોડા મહિલા વિંગ, લાયન્સ કલાનગરી સાથે સામાજિક અને સહકારી ક્ષેત્રે જોડાઈને પૂર્વ પટ્ટી વિસ્તારનું નામ રોશન કરી રહ્યા છે.નયનાબેનને તેમના પતિ દિપેશ શાહ અને પરિવારનો સહયોગ સાંપડી રહ્યો છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.