બોડેલીની પોસ્ટ ઓફિસમાં અનેક સરકારી કર્મચારીઓએ પોસ્ટ લાઈફ ઇનસ્યુરન્સ હેઠળ પોલિસી લઈને નાણાંનું રોકાણ કર્યું હતું, તેઓની પોલિસીની ભરેલી રકમ પોસ્ટ કર્મચારીએ ઉચાપત કરી લેતાં રોકાણકારોના આશરે 40 થી 50 લાખ રૂપિયા ડૂબ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. છતાં હજી પોસ્ટ વિભાગ દ્વારા રોકાણકારોના રૂપિયા જમા કરાયા નથી કે કોઈ ખાતાકીય પગલાં ભરાયા નથી. બોડેલી તાલુકાના અનેક કર્મચારીઓએ પીઆઈએલ હેઠળ પોલિસી લીધી છે. હવે તેઓએ પોસ્ટમાં ભરેલી રકમની પાવતી છે, પણ ખાતામાં રકમ જમા થઈ નથી. તેથી પોલિસી પણ બંધ થઈ રહી છે.
બોડેલીની પંચવટી સોસાયટીમાં રહેતા પંકજભાઈની ત્રણ પોલિસી હતી. ગત ફેબ્રુઆરીમાં ભરેલી રકમ જમા થઈ નથી, તેવું જ્યારે તેઓ ત્યાર પછીની રકમ ભરવા ગયા ત્યારે ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું. બાદ અન્ય કર્મચારીઓ પણ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું. પરંતુ આ પોસ્ટ કર્મચારી સામે કોઈ પગલાં ભરાયાં નહિ અને પંકજ ભાઈની ત્રણેય પોલિસી બંધ થઈ ગઇ. અન્ય કર્મચારીઓની પોલિસી પણ બંધ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.