વરણી:રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં છોટાઉદેપુરના 3 હોદ્દેદારો

બોડેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી પદે જીજ્ઞેશભાઈ શાહ, અશોકભાઈ રાઠવા ઉપાધ્યક્ષ અને પ્રચાર મંત્રી પદે જગદીશભાઈ પરમારની વરણી

મહેસાણા ખાતે માધ્યમિક સંવર્ગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર જી. કપૂર તેમજ માધ્યમિક સચિવ મોહનજી પુરોહિતની હાજરીમાં પ્રાંત અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં માધ્યમિક સંવર્ગના અલગ અલગ સંવર્ગોની રાજ્ય કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય અને સરકારી માધ્યમિક વિભાગ અને સરકારી ઉ.મા. વિભાગની રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી ત્રણ હોદ્દા મળતા સૌએ આવકાર આપ્યો હતો.

જેમાં આચાર્ય સંવર્ગ (ગ્રાન્ટેડ) કારોબારીમાં મંત્રી પદે બોડેલી શિરોલા સ્કૂલના આચાર્ય જીગ્નેશભાઈ શાહ, માધ્યમિક સંવર્ગ (સરકારી) કારોબારીમાં ઉપાધ્યક્ષ પદે અશોકભાઈ કે. રાઠવા, છોટાઉદેપુર અને ઉચ્ચતર માધ્યમિક (સરકારી) કારોબારીમાં પ્રચાર મંત્રી પદે જગદીશભાઈ પરમાર, છોટાઉદેપુરની વરણી કરાઈ હતી. સંગઠનનો ઉદ્દેશ અને રાષ્ટ્રીય હિતમાં શિક્ષા, શિક્ષા કે હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજ આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા અને શિક્ષકોના હિતમાં સંગઠનનો વ્યાપ વધે તે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...