આયોજન:બોડેલી સહિત જિલ્લામાંથી 2500 શિક્ષકો ગાંધીનગર ધરણાં કાર્યક્રમમાં જોડાશે

બોડેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની પેન્શન યોજના- અન્ય પડતર પ્રશ્નો મુદ્દે 50 હજારથી વધુ શિક્ષકો આવશે

જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્ન અંગે તા. 6ઠ્ઠી મેના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનારા ધરણાં કાર્યક્રમમાં 50 હજારથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાશે. તેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી 2500 જેટલા શિક્ષકો જોડાનાર છે.

છોટાઉદેપુર જિલ્લા સંયુક્ત મોરચાના સંયોજક જે.આર. શાહ ઘનશ્યામ પંચોલી, યશવંતસિંહના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે, HTAT ઓ.પી. થયેલા મુખ્ય શિક્ષકોના પ્રશ્ન,સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના પાંચ વર્ષની સળંગ નોકરી, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બદલીનો લાભ આપવા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પગાર પંચના બાકી ત્રણ હપ્તા, કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2022થી ત્રણ ટકા મોંધવારી તથા કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ, અન્ય ભથ્થા જાહેર કરવા આગામી 6ઠ્ઠી મેના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે સમગ્ર ગુજરાતના શિક્ષક કર્મચારીઓ સંયુક્ત રીતે વધુ સંખ્યામાં ધરણાં કરશે.

છોટાઉદેપુર જિલ્લામાંથી 2500 જેટલા શિક્ષકો ધરણામાં જોડાશે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચામાં જોડાયેલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ (અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) ભારતીય મજદૂર સંઘ ગુજરાત, જી.ઈ.બી ઍમ્પ્લોયર્સ વેલફેર એસોસિએશન ગુજરાત, સ્ટેટ ટ્રાવેલ્સ ગુજરાત (ભારતીય મજદૂર સંઘ), ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન્સ એન્ડ પેન્શનર્સ એસોસિએશન (ભારતીય મજદૂર સંઘ) તથા અન્ય સંગઠનો જોડાશે. અગાઉ 8 એપ્રિલે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં રેલી, ધરણાં તથા આવેદનપત્ર આપવાનો પ્રથમ તબક્કાનો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાયા હતા. અને નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા વિનંતી કરાઇ હતી. સરકાર દ્વારા આ અંગે યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ ધરણાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...