શ્રદ્ધાળુઓમાં રોષ:જૂની બોડેલીના જૈન દેરાસરમાં દાનપેટીમાંથી 25 હજારની ચોરી

બોડેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૈન દેરાસરમાં ફરી એક વખત દાન પેટી તોડીને ચોરી થઇ. - Divya Bhaskar
જૈન દેરાસરમાં ફરી એક વખત દાન પેટી તોડીને ચોરી થઇ.
  • જૈન દેરાસરમાં અગાઉ પણ દાનપેટી તોડીને ચોરી થઇ હતી
  • તસ્કરોએ મંદિરોને નિશાન બનાવતાં શ્રદ્ધાળુઓમાં રોષ

બોડેલીના પેટા પરા જૂની બોડેલી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને દરવાજાની સાંકળ તોડી અંદર પ્રવેશી દાન પેટી ઉઠાવી ગયા હતા. અંદરથી આશરે 25 હજાર રૂપિયા જેટલી રોકડ ઉઠાવી ગયા હતા. જુની બોડેલીમાં અગાઉ પણ આ મંદિરમાં ચોરી થઈ હતી તેનો ભેદ જ હજી ઉકેલાયો નથી અને વધુ એક વખત ચોરી થતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી વ્યાપી હતી.

ખેતરમાંથી દાન પેટી મળી આવી હતી. ચારેક દિવસ અગાઉ જ તપસ્વીઓને પારણાં કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેથી દાન પેટી છલકાઈ ગઈ હતી. થોડાક દિવસ અગાઉ અલ્હાદપુરાના મહાદેવ મંદિરમાં દિવસે દાન પેટી ચોરતા બે પકડાયા હતા. બોડેલીના રામજી મંદિરમાં પણ દાન પેટી તોડીને રોકડની ચોરી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...