બોડેલીના મોડાસર ચાર રસ્તાની આગળ લઢોદ ગામના વળાંક પાસે બાઇક અને રેતી ભરેલી ટ્રક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં આશાસ્પદ યુવક સહિત બેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. કડાછલા ગામના બે યુવકો પ્રવીણભાઈ તડવી ઉ. વ. 40 અને બલુભાઈ તડવી ઉ. વ. 70 બન્ને બાઈક પર બોડેલી સેવાસદન અને બજારમાં કામ અર્થે આવ્યા હતા અને કામ પતાવીને પરત કડાછલા ગામ જવા નીકળ્યા હતા.
ત્યારે મોડાસર ચોકડી પાસે લઢોદ જવાના વળાંક પાસે મુખ્ય માર્ગ પર બાઈકની સમાંતર જઈ રહેલી રેતીની ટ્રક સાથે બાઈક અથડાઈ હતી. જેમાં બંને યુવકો ટ્રક નીચે આવી જતા ઘટના સ્થળે બન્ને જણાંનુ કરુણ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે લોક ટોળાં એકત્ર થયા હતા. 108 અને એમ્બ્યુલન્સ બોલાવી હતી. પોલીસ પણ આવી બન્ને લાશનું પીએમ જબુગામ કરાવવા લઈ ગયા હતા. ખરાબ રસ્તાને લીધે અકસ્માત થયાનું લોકોએ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો. અકસ્માત ઝોન માર્ગ પર પોલીસ તંત્ર રેતીની ટ્રકો અને લીઝો વાળાને પંપાળતાનું ચર્ચાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.