મુશળધાર વરસાદ:રાણપુરમાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણમાં પાણી પાણી

રાણપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીચાણવાળા વિસ્તોરમાં પાણી ભરાઇ ગયા હતા. - Divya Bhaskar
નીચાણવાળા વિસ્તોરમાં પાણી ભરાઇ ગયા હતા.
  • ભાદર નદીમાં પૂરથી નાગનેશ અને દેવળિયા ગામ સંપર્ક વિહોણા

હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાણપુરમાં તા.30/8/20ના રોજ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે દિવસ દરમ્યાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસભર અનરાધાર વરસાદ વરસતા રાણપુર શહેરના નિચાણવાળા વિસ્તારો મદની નગર, ખ્વાઝાપાર્ક, અશરફી પાર્ક, ગોકુલનગર જેવી સોસાયટીમા ત્રણ થી ચાર ફૂટ જેટલુ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉપરવાસ માં ભારે વરસાદના લીધે સુખ ભાદર ડેમ (ભડલા ડેમ)ના 11 દરવાજા 3 ફુટ સુધી ખોલવામાં આવતા રાણપુર ની ભાદર નદી માં આવ્યુ ઘોડાપુર આવતા રાણપુર તાલુકાના નાગનેશ અને દેવળીયા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. ભાદર નદીમા દર વર્ષે પુર આવતા આ ગામો સંપર્ક વિહોણા બને છે જેના લીધે ગામ લોકોને ઇમરજન્સી કામ માટે પણ ગામ બહાર જઇ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...