તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:વીજધાંધિયા મામલે ખેડૂતોની આંદોલન કરવાની ચીમકી

રાણપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેરડી, ગઢિયાના ખેડૂતોએ PGVCLનાં DEને આવેદન આપ્યું

રાણપુર શહેર અને તાલુકામાં છેલ્લાં 6 મહિનાથી પી.જી.વી.સી.એલ.નો વહીવટ અનિયમત થઇ ગયો છે ત્યારે આ મામલે ગઢિયા , દેરડી ગામના ખેડૂતોએ આંદોલનની ચીમકી સાથે પી.જી.વી.સી.એલ.નાં ડી.ઈ.ને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. થોડા દિવસ પહેલા ધારપીપળા ગામના ખેડૂતનું કનેક્શન બીજાની વાડીમાં નાખી દીધું હતું અને ધારપીપળા ગામના ખેડૂતોને નિયમિત ખેતીવાડીમાં વીજપુરવઠો આપવામાં આવે તે માટે વિજયસિંહ પરમાર અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે ગત તા.16/9/20નાં રોજ રાણપુર તાલુકાના ગઢિયા અને દેરડી ગામના ખેડૂતોએ બોટાદ જિલ્લાના કોંગ્રસ સમિતિના ચેરમેન પિયુષભાઈ એમ.મુંઘવા અને ખેડૂતોએ રાણપુર પી.જી.વી.સી.એલ.નાં ઇન્ચાર્જ ડી.ઈ.એચ.કે.ગડારાને આવેદનપત્ર પાઠવી નિયમત વીજ પુરવઠો આપવા માંગ કરી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે ગઢિયા ફીડરમા આવતો કૃષિ વિજ પુરવઠો આઠ કલાક થ્રી ફેઝનો હોય કે પછી સિંગલ ફેઝનો નિયમિત મળતો નથી. હાલમાં વધારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. રવિ પાકની સિઝન નજીક આવી રહી છે. ત્યારે આઠ કલાકનો વીજ પુરવઠો 24 કલાક ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

વોલ્ટ સિંગલ ફેઝમાં ન મળતા પરેશાની
કૃષિ વપરાશમાં વપરાતા વિજ આધારીત ઉપકરણો હોય તે ચાર્જ થયા તેટલા વોલ્ટ સિંગલ ફેઝમાં ન મળતા ખેડૂતો હેરાન પરેશાન છે તો આ આવેદનપત્રને ધ્યાને લઇ તાત્કાલિક નિકારણ કરવામાં માંગ કરવામાં આવી હતી. જો અમારા પ્રશ્નનું નિરાકરણ વહેલીતકે નિરાકરણ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો