તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આવેદન:રાણપુરમાં ઊર્જામંત્રી સમક્ષ ભાજપના હોદ્દોદારોની વીજધાંધિયા અંગે રજૂઆત

રાણપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણપુર ખાતે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે એક લાખની વગર વ્યાજની લોન માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ-લોંચીંગ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાણપુર ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉર્જામંત્રીને રાણપુર તાલુકાના ભાજપના હોદ્દેદારો દ્વારા લાઈટનાં ધાંધિયા વિશે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાણપુર તાલુકાના ખેડૂતોને સિંગલ ફેઝમાં 24 કલાક વીજળી આપવામાં આવે અને ખેતીવાડીમાં પુરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે.

જયારે આ રજુઆત વિશે ઉર્જામંત્રીને કાર્યક્રમાં પૂર્ણ થયા બાદ વીજળી વિશે પ્રશ્ન પુછતા તેઓ ગાડીમાં બેસીને રાણપુરના લાઈટના પ્રશ્ન બાબતે અધિકારીને ફોન કરૂ છું અને સોમવારે ટીમો મોકલાવીશ તેવો જવાબ આપ્યો હતો. જેના કારણે લોકોમાં રાહત જોવા મળી હતી.જેના કારણે આ વિસ્તારમા હવે સુવિધા મળશે તેવી આશા જાગી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો