તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:બોટાદના રાણપુર તાલુકાના માલણપુર ગામે પ્રેમ લગ્નની દાઝ રાખી 4 શખ્સોની યુવકને મારી નાખવાની ધમકી

રાણપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાણપુર તાલુકાના માલણપુર ગામે પ્રેમ લગ્નની દાઝ રાખી ચાર શખ્સોએ એક યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાણપુર પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના માલણપુર ગામે રહેતા દેવજીભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ.58)ના પુત્ર હિતેશભાઈએ આજ ગામના થોભણભાઈ ઉર્ફે ભોલો વજાભાઇ ઘાઘરેટીયાની દિકરી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જે પ્રેમ લગ્નની બાબતની દાઝ રાખી તા. ૩/12/20 નાં રોજ રાત્રે 8.૦૦ કલાકે દેવજીભાઈ જેઠાભાઈ ચાવડા બહાર ઓટા ઉપર બેઠા હતા તે દરમિયાન થોભળભાઈ વજાભાઈ ઘાઘરેટિયા, ગોબરભાઈ ગોરધનભાઈ ઘાઘરેટિયા, કાનજીભાઈ પનાભાઇ ઝાપડિયા અને હરજીભાઈ કાળુભાઈ બગોદરિયા આ ચારેય લોકો હાથમાં લાકડી, છરી, હોકી લઇ મારવા આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે જાતિ વિષે અપશબ્દો બોલી અમારી દીકરી પાછી આપી દેજો નહિતર તમારા બધા ઘર સળગાવી દેવા પાડશે એમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને અમારી દીકરી પાછી નહિ આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દેવજીભાઈ જેઠાભાઈ ચાવડા રહે. માલણપુર તા.રાણપુર વાળાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં થોભળભાઈ વજાભાઈ ઘાઘરેટિયા, ગોબરભાઈ ગોરધનભાઈ ઘાઘરેટિયા, કાનજીભાઈ પનાભાઇ ઝાપડિયા અને હરજીભાઈ કાળુભાઈ બગોદરિયા તમામ રહે. માલણપુર તા.રાણપુર વાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો