વારંવાર ટ્રાફિકની સમસ્યા:રાણપુર બસ સ્ટેન્ડની ખંડેર હાલતથી 36થી વધુ ગામડાંઓને હાલાકી

રાણપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફ ન હોવાથી બદમાશ તત્વોને દારૂ-જુગાર માટે મોકળું મેદાન મળ્યું

રાણપુરના 36 ગામડાઓના વિદ્યાર્થી રાણપુરની મોટી મોટી સ્કૂલોમાં ભણે છે ત્યારે રાણપુરને બસ સ્ટેન્ડની સુવિધા નથી મળી રહી. વિદ્યાર્થીઓએ તથા કંપનીના કર્મચારીઓએ પાસ માટે વારંવાર ધંધુકા ધક્કા ખાવા પડે છે. રાણપુરની બસો રાણપુર તાલુકા પંચાયત પાસેથી વળીને પાછી રાણપુર પીકઅપ બસ સ્ટેન્ડ પાસેથી જતી રહે છે ત્યારે રાણપુરના ગીબ રોડ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા થાય છે. રાણપુર બસ સ્ટેન્ડ અંગે ઘણાં સમયથી રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિવારણ આવતું નથી. રાણપુર બસ સ્ટેન્ડ પર બદમાશ તત્વો દ્વારા જુગાર તથા દારૂની મજા માણવામાં આવે છે અને દારૂની ખાલી બોટલો ત્યાં પડી હોય છે.

રાણપુર બસ સ્ટેન્ડ પર કોઈ પણ કર્મચારીઓ નથી હોતા અને વિદ્યાર્થીઓ તથા અન્ય જનતાને પાસ માટે કે કોઈ પણ ટિકિટ માટે ધંધુકા સુધીના ધક્કા ખાવા પડે છે. રાણપુરની પ્રજાની એક જ માગણી છે કે રાણપુરનું બસ સ્ટેન્ડ જે ખંડેર હાલતમાં છે તેનું તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે સમારકામ થાય અને ત્યાં સ્ટાફ પણ મૂકવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ તથા કંપનીના કર્મચારીઓને બસ સ્ટેન્ડ પર જ પાસની સુવિધા મળી જાય.

અન્ય સમાચારો પણ છે...