મુશ્કેલી:રાણપુર ખાતે ઊર્જામંત્રીના આગમન ટાણે જ વીજળીગૂલ

રાણપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 વાર લાઈટ જતા લોકો ભારે પરેશાન

રાણપુરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઈ-લોંચિંગ કાર્યક્રમ 17/9/ના રોજ ઉર્જામંત્રી ઉપસ્થિત રહેવાના હતા ત્યારે ઉર્જામંત્રીના આગમન ટાણે જ સવાર થી બપોર સુધીમાં રાણપુરમાં ત્રણ વાર લાઈટ ગુલ થઇ ગઈ હતી. રાણપુરમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી લાઈટના ધાંધિયા ખૂબ વધી ગયા છે. આવાર નવાર મૌખિક તથા લેખિત રજૂઆતો રાણપુર અને બોટાદ કાર્યપાલક ઈજનેરને કરવા છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી. હાલમાં નાના નાના ગામડાઓમાં પણ જ્યોતિગ્રામ હેઠળ 24 કલાક વીજળી આપવા આવી રહી છે. ત્યારે રાણપુરની 25000 થી 30000 સુધીની વસ્તીને 24 કલાક નીમિત વિજપુરવઠો આપવામાં આવતો નથી.

રાણપુરમાં પી.જી.વી.સી.એલની પેટાવિભાગીય કચેરી છેલ્લા ત્રણ વર્ષથી છે અને પુરતો સ્ટાફ પણ છે પણ જે લાઈટનાં ધાંધિયા અત્યારે છે તેવા ધાંધિયા ચુડા પી.જી.વી.સી.એલ નીચે રાણપુર આવતું હતું ત્યારે પણ ન હતા ત્યારે લોકો પ્રશ્ન કરી રહ્યા છે સ્થાનિક તંત્ર કેમ વિજળીના પ્રશ્નનો ઉકેલ લાવી શકતું નથી. તા.17/9/20 નાં રોજ ઉર્જામંત્રી રાણપુણી મુલાકાતે ૩.૩૦ કલાકે આવ્યા હતા ત્યારે બપોર સુધીમાં રાણપુરમાં ત્રણ વાર લાઈટ ગુલ થઇ ગઈ હતી. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઈ-લોંચિંગ કાર્યક્રમ 17/9/ના રોજ ઉર્જામંત્રી ઉપસ્થિત રહેવાના હતા ત્યારે જ આવી સ્થિતી ઉભી થતા દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...