કાર્યવાહી:રાણપુર તાલુકાનાં ગામડામાં PGVCLના વ્યાપક દરોડા, રૂ.3.80 લાખની વીજચોરી વિવિધ ટીમોએ ઝડપી પાડી

રાણપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનાં ગામડાઓમાં પી.જી.વી.સી.એલ ની જુદી જુદી ટીમે રેઇડ પાડી રૂ. ૩.80,000 વીજચોરી ઝડપી પડતા વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે. બોટાદ જિલ્લા સુપ્રી.એન્જી. એ.એ. જાડેજા, ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ડી.કે.ખૂંટ, રાણપુર ઇન્ચાર્જ ડી.ઈ. એચ.કે.ગડારા, જુનિયર એન્જી એસ.બી. ઢુંસાની આગેવાનીમાં બોટાદ ટાઉન 1-2, બોટાદ રૂરલ, બરવાળા, પાળિયાદ, ગઢડા 1-2, ધોળા, ઢસા, રાણપુર, બોટાદ સર્કલની આઈ.સી.ટીમ કુલ 11 ટીમો બનાવી રાણપુર પેટાવીભાગીય કચેરી હેઠળ આવતા રાજપુરા, બુબાવાવ, અલમપુર, ઉમરાળા ગામે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ વિજ ચેકિંગ શરૂ કરતા વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.

આ દરોડામાં કુલ 108 ઘર વપરાશના વિજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૩૩ વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાતા ૩ લાખ 80 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે નોન કન્ઝ્યુમર ગ્રાહકોને 135 કલમ હેઠળ દંડ કરવામાં આવ્યો હતો. રેગ્યુલર ગ્રાહકો ઉપર વીજચોરીની કલમ 126 લગાવવામાં આવી છે. રાણપુર સબ ડિવિઝનના ઇન્ચાર્જ એચ.કે.ગરાડાએ જણાવ્યું હતું કે, શિયાળામાં લોકો પાણી ગરમા કરવા ઇલેક્ટ્રિક સગડી, તથા હિટરનો ઉપયોગ કરે છે જેનું લાઈટબિલ વધારે આવતું હોવાની માન્યતાને લઇને લોકો લંગરિયા નાખીને વિજચોરી કરે છે. આવા વીજચોરો નોન સ્ટાન્ડર્ડ ઉપકરણો વાપરીને વિજ અકસ્માતને નોતરૂં આપે છે અને જાનહાની થાય છે. કનેક્શનમાંથી ખેતરોમાં વીજચોરી કરતા શખ્સોને પણ પકડાશે.

અન્ય સમાચારો પણ છે...