દુખદ:પાળીયાદ હાઈવે પર વાહનની ટક્કરે વૃદ્ધ દંપતીનું મોત

રાણપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણપુર પાળીયાદ રોડ ઉપર ગીરનારી આશ્રમ પાસે મંગળવારના રોજ વહેલી સવારે જસદણથી લીંબડી દર્શન માટે જઇ રહેલા વૃદ્ધ દંપતીને આજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દંપતીનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

આ ઘટના અંગે મળતી માહીતી મુજબ જસદણ ગામના મેઘજીભાઈ ખોખર(પ્રજાપતી) અને તેમના પત્ની નંદુબેન મેઘજીભાઈ ખોખર જસદણ થી લિંબડી પગપાળા હાથ લારી લઈને દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે રાણપુર પાસે પહોચતા રાણપુર-પાળીયાદ હાઈવે રોડ ઉપર ગીરનારી આશ્રમ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મેઘજીભાઈ ખોખર અને તેમના પત્ની નંદુબેન મેઘજીભાઈ ખોખર બન્ને પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતક દંપતીને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે મૃતક દંપતીના પુત્ર હરેશભાઈ મેઘજીભાઈ ખોખરે રાણપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.સી.સગર ચલાવી રહ્યા છે. પાળીયાદથી ધંધુકા સુધી નવો હાઈવે બની રહ્યો છે અને આ રોડ નુ કામ રાણપુર સુધી પુરૂ થઈ ગયુ છે. નવો રોડ બનતા વાહન ચાલકો બેફામ રીતે વાહનો ચલાવી રહ્યા છે. હજી બે દિવસ પહેલા જ રાત ના સમયે અલમપુર ગામના પાટીયા પાસે એક મોટરસાઈકલ ચાલકે રોડ ઉપર પડેલા આખલ સાથે મોટરસાઈકલ નો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક નું મોત નિપજ્યુ હતુ અને એક ને ગંભીર ઇજા પહોચી હતી. ત્યારે ફરી એકવાર આજ રોડ ઉપર અકસ્માત થતા વૃધ્ધ દંપતી નું કમકમાટી ભર્યુ મોત નિપજતા રાણપુર પંથકમાં શોકનો માહોલ ફેલાય ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...