માંગ:મરતોલી- વિરમગામ બસ શરૂ કરવા માગણી

રામપુરાભંકોડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ ડેપોમાંરજૂઆત કરાઇ

વિરમગામ ડેપો દ્વારા સંચાલિત વર્ષોથી ચાલતી વિરમગામ અમરપુરા મરતોલી રાત્રી રોકાણ કરી વહેલી સવારે વિરમગામ તરફ જતી બસ તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બસ પુન: શરૂ કરવામાં આવે તેવી પંથક વાસીઓ માંગ કરી રહ્યા છે.

વિરમગામ ડેપો દ્વારા સંચાલિત સાંજના સમયે વિરમગામ થી ઉપડી મરતોલી અમરપુરા રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ એડલા ચોકડી રામપુરા મંકોડા થઈ દોડતી હતી. વહેલા સવારના સમયે મરતોલી અમરપુરા ઉપડી વાય રામપુરા એડલા ચોકડી થઈ વિરમગામ પહોંચતી હતી. તેજ બસ વિરમગામ થી કડી માયા જકસી ભડાણા અશોક નગર રામપુરા થઈને કડી આવતી હતી અને જતી હતી. જકસી, ભડાણા, અશોકનગર, રામપુરા સહિત પંથકના લોકોને વિરમગામ થી રામપુરા તરફ આવવા માટે અને કડી તરફ જવા આવવા માટે એક સારી સુવિધા મળતી હતી તે બસ પણ બંધ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા સત્વરે આ બંને બસો પુન:શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. વહેલા સવાર ના સમયની બસો બંધ થવાથી વિરમગામ- કડી રામપુરા સહિત પંથકના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, સહિત મુસાફરો વધુ ભાડું ચૂકવી જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. જેથી બસ શરૂ કરવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...