દુર્ઘટના:દેત્રોજના નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા બાળકનું મોત

રામપુરાભંકોડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેત્રોજના નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા બાળકનું મોત - Divya Bhaskar
દેત્રોજના નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા બાળકનું મોત
  • ન્હાવા પડેલા દેવીપૂજક પરિવારના 3 પૈકી2 નો બચાવ

દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા બામરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દેવીપૂજક પરિવારના ત્રણ પૈકી બે નો આબાદ બચાવ થયો છે. જ્યારે 16 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું છે. અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી.

પ્રાપ્ત વિગત મુજબ દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા બામરોલી ગામે રહેતા દેવીપૂજક પરિવાર ના ત્યાં વિષ્ણુ સુરેશજી ભાણો દેવીપુજક ઉંમર વર્ષ 16 અન્ય બે સાથે ત્રણેય જણા નર્મદા ની કેનાલમાં ન્હાવા ગયા હતા. નાહવા પડેલા ત્રણ પૈકી 2નો આબાદ બચાવ થયો હતો.

જ્યારે વિષ્ણુ સુરેશ દેવીપુજક ઉંમર વર્ષ 16 પાણીમાં ગરકાવ થયો હતો. ફાયર બ્રિગેડ અમદાવાદની ટીમ દ્વારા બાળકની ભારે જહેમત બાદ પાણી માંથી બહાર કાઢ્યો હતો. દેવીપુજક પરિવાર સહિત બામરોલી ગામ માં બાળક ના મોતથી શોકનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...