રજૂઆત:તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન

રાણપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનનાં કારણે લોકોના ધંધા વેપાર રોજગાર બંધ થઇ જતા લોકોની આર્થીક સ્થિતિ ખૂબ નબળી હોવાથી રાણપુર કોંગ્રેસ સમિતિ દ્વારા રાણપુર મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટને આવેદનપત્ર આપી લાઈટબિલ, ઘરવેરા, પાણી વેરા અને સ્કૂલ ફીમાં સહાય મળે તે માટે રજૂઆત કરાઈ હતી.  આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ છે ત્યારે લોકડાઉનથી  લોકોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડી ગઈ છે માટે સરકાર તરફથી માર્ચ થી જુન સુધીના વિજળી બીલ માફ કરવામાં આવેતેવી રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાણપુર મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...