કોર્ટનો ચુકાદો:દેત્રોજમાં કતલખાને લઇ જતાં આરોપીન કોર્ટે 6માસની કેદ અને દંડ

રામપુરાભંકોડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ ના કુકવાવ પાટીયા પાસે 2018માં દેત્રોજ પોલીસે મેટાડોરમાં ભેંસો ભરી કતલખાને લઈ જતા આરોપીને ઝડપી પાડયો હતો. જે અંગેનો કેસ દેત્રોજ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઇ દેત્રોજ કોર્ટે ના જજ દ્વારા આરોપીને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રુરતા નિવારણ ની કલમ મુજબ દોષિત ઠેરવી 6 માસની સાદી કેદ અને રૂ1200ના દંડની સજા ફટકારી છે.

દેત્રોજ પોલીસ સ્ટેશનના નીતીશ કુમાર એ એસ આઈ સહિતની પોલીસ ટીમ 26/05/2018 માં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે કુકવાવ પાટીયા પાસેથી ભેંસો ભરેલું 407 મેટાડોર આરોપી કિરણ કાળુભાઈ ઠાકોર સાથે ઝડપી લીધું હતું.

જે અંગેની પોલીસ ફરિયાદ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. જે કેસ દેત્રોજ ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઈદ્રીશભાઈ એ સૈયદની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઇ જજ અમિત આર ત્રિવેદીએ આરોપી કિરણ કાળુભાઈ ઠાકોરને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રુરતા નિવારણ ની કલમ મુજબ દોષિત ઠેરવી 6 માસની સાદી કેદ અને રૂપિયા 12 00 દંડની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...