તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વકીલોને નુકસાનમાં રાહત આપવા આપની રજૂઆત

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં વકીલોની હાલત ખરાબ
  • આવક સદંતર બંધ થતાં હાલાકી

ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીનાં કારણે આર્થિક નુકસાનમાં રાહત આપવામાં આવે તે માટે બોટાદ કલેકટરને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ હતી બોટાદ જિલ્લા નાયબ કલેકટરને બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત માં ધારાશાસ્ત્રીશ્રીઓ થયેલ આર્થિક નુકશાન સામે વળતર આપવા બાબતે આવેદન પાઠવ્યું જેમાં જિલ્લા જેમાં આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા પ્રમુખ પર્શોતમભાઈ રાઠોડ, બોટાદ જીલ્લા ઉપપ્રમુખ અનિશભાઈ દેવાંગભાઈ વડોદરીયા, રાજુભાઈ મકવાણા જિલ્લા લીગલ સેલ આમ આદમી પાર્ટી બોટાદ ભરતભાઈ ભડાનીયા,મુકેશભાઈ ભડાનીયા, અભિષેકભાઈ સોલંકી ઉપસ્થિત રહી રજૂઆત કરવામાં આવી હતી.

આ આવેદનપત્રમા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી 22મી માર્ચ 2020થી શરૂઆત થઈ અને અત્યાર સુધી ચાલુ જ છે રાજ્યની તમામ કોર્ટ સદંતર બંધ થઇ ગયેલી છે જેથી ધારાશાસ્ત્રીઓની આવક પણ બંધ થઈ ગઈ છે. અને છેલ્લા દોઢ વર્ષથી તમામ ધારાશાસ્ત્રી બેકાર બેઠા છે. અને કોઈ પણ જાતની આવક રહી નથી અત્યારે 457 જેટલા ધારાશાત્રીઓએ પોતાની સનદ પણ જમા કરવી દીધી છે. અને તેઓ હાલમાં લારી કે પાનનાં ગલ્લા ચલાવવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...